કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર, મોંઘવારી ભથ્થામાં થયો આટલો વધારો, પગાર વધશે
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (CentralGovernment) કેટલાક કર્મચારીઓ (CentralGovermentEmployee) માટે મોંઘવારી ભથ્થામાં (DA) મોટા વધારાની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થામાં આ વધારો 1 જુલાઈ, 2023થી લાગુ થશે. આ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 15 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યું છે, જેના કારણે તેમના પગારમાં મોટો વધારો થઈ શકે છે. જો કે, તેનો લાભ તે કર્મચારીઓને મળશે જેઓ 5માં અને 6ઠ્ઠાં પગાર પંચ હેઠળ પગાર મેળવે છે.
નાણા મંત્રાલયના નિવેદન અનુસાર, આ કર્મચારીઓના DAમાં 6ઠ્ઠા પગાર પંચ અને 5માં પગાર પંચ હેઠળ વધારો કરવામાં આવ્યો છે. 16 નવેમ્બરે જારી કરાયેલા ઓફિસ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે.
ઓફિસ મેમોરેન્ડમમાં એવું કહેવામાં આવ્યું છે કે જાહેર ક્ષેત્રના સાહસોના કર્મચારીઓ છઠ્ઠા પગાર પંચના પૂર્વ સંશોધિત પગાર ધોરણ અથવા ગ્રેડ પે મેળવતા કર્મચારીઓ માટે વર્તમાન મોંઘવારી ભથ્થું. 212 ટકાથી વધારીને 230 ટકા કરવામાં આવ્યો છે. જેનો અર્થ એ થયો કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 18 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 1 જુલાઈ, 2023થી લાગુ થશે. 18 ટકા ડીએ વધારાના કારણે કર્મચારીઓના પગારમાં 7 હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.
મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે સીડીએ પેટર્ન પે સ્કેલ પર 5માં પગાર પંચ હેઠળ CPSEs કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. આ કર્મચારીઓને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ, તે કર્મચારીઓ જેમણે 50 ટકા ડીએ મર્જરનો લાભ લીધો નથી. તેમનું DA 462% થી વધારીને 477% કરવામાં આવ્યું છે. બીજી કેટેગરી હેઠળ, 50 ટકા DA મર્જરનો લાભ મેળવતા કર્મચારીઓનું DA 412 ટકાથી વધારીને 427 ટકા કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે 7મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 42 ટકાથી વધારીને 46 ટકા કરવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થામાં આ વધારો 1 જુલાઈ, 2023થી લાગુ થશે. થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાની જાહેરાત કરી હતી, પરંતુ છઠ્ઠા અને પાંચમાં પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી ન હતી.